સૂઝ, સાહસ અને વિશ્વાસનો સમન્વય પડકારોના પ્રવાહને સફળતાનાં મહાસાગરમાં પલટાવી શકે છે. આજે, અહીં એક એવા જ નવયુવાન વ્યક્તિત્વની વાત કરવી છે.
હોસ્પિટાલિટી ની અપ્રતિમ પ્રખ્યાતિ ધરાવતા હોટલ લેમન ટ્રી નો મોરબીમાં (જાંબુડિયા) ખાતે પ્રારંભ થઇ ચુક્યો છે.

હવેથી, તમારા પરિવારમાં દરેક શુભ પ્રસંગ ઉજવવા અને દરેક પ્રકારની ફેસિલિટી ધરાવતી લેમન ટ્રી હોટલનો સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સાથે શુભારંભ થઇ ચુક્યો છે.
જેમને દાદા સ્વ. સંજયભાઈ જેવી દ્રષ્ટિ અને પિતા ઇન્દ્રનીલ જેવી સાહસિકતા સંસ્કારમાં મળી છે
મેં ઉપર લખ્યું એમ સૂઝ અને સાહસ ગળથૂથીમાં મળ્યા અને આજના નવા જનરેશનમાં હોય છે તેવો પ્રબળ આત્મવિશ્વાસન આ યુવાનમાં જોવા મળ્યો અને ફક્ત 27 વર્ષની ઉંમરે અપ્રતિમ સફળતા અને પ્રસિદ્ધિને નવી દિશા આપીને નવી કેડી કંડારીને ઝડપથી નવા-નવા આયામોને આકાર આપવાનું શરુ કરી દીધું. આ લખનાર માટે કદાચ પ્રથમ અનુભવ હશે કે, અત્યાર સુધી ઘણા લોકોના ઇન્ટરવ્યૂ તો લખ્યા છે પણ લગભગ બધા 35 થી 40 અથવા વિશેષ ઉંમરના વ્યક્તિના ઇન્ટરવ્યૂ કરેલ છે. આ પ્રથમ પ્રસંગ છે કે, જેનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે સાથે જ એના શબ્દો ઓછા પણ એની કાર્યશૈલી એકદમ બોલકી છે. આજે જયારે મોરબીમાં લેમન ટ્રી ની પ્રેસ કોન્ફ્રન્સ દરમ્યાન વાતચીત કરતા અને પૂછાયેલ પ્રશ્નોના જવાબ જાણે વર્ષોનો અનુભવ હોય એવો અહેસાસ થયો. આજના રાજકોટમાં ખરેખર એક યુવાન બિઝનેસમેન તરીકે અને આત્મ વિશ્વાસના પ્રતીક રૂપે યુવાન અને આંખોમાં અનેક પ્રગતિના સપનાઓ ની ઝલક જોવા મળી એ છે ઇન્દ્રનીલ રાજગુરુ ના યુવાન પુત્ર સ્વરાજ રાજગુરુ અને પુત્રી દર્શનીલ રાજગુરુ
વાત અને ઓળખ આપતાની શરૂઆત રાજકોટના એક લીજેન્ડ વ્યક્તિત્વ થી શરુ કરીએ, જિલ્લા પંચાયત પ્રમુખ, કુશળ રાજકારણી અને લોકોના લાડકા અને નીડર વ્યક્તિ સ્વ. શ્રી સંજયભાઈ રાજગુરુ જેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક પડકારો ઝીલીને પણ સામાજિક ક્ષેત્રે, સેવાકીય ક્ષેત્રે અને બિઝનેસ ક્ષેત્રે અવ્વલ દરજ્જો પ્રાપ્ત કરેલ અને સાચા અર્થમાં ઝીરોમાં થી હીરો બની ચૂકેલ એવા શ્રી સંજયભાઈ આ સ્વરાજ રાજગુરુ ના દાદાશ્રી થાય, રાજકોટ અને આસપાસ ના વિસ્તારોમાં નિલ્સ એસ્ટ્રાલ, નિલ્સ સીટી ક્લબ, સંજયરાજ એજ્યુકેશન ઝોન વગેરે જેવા અનેક આયામોનો વિસ્તાર કરી ચૂકેલા શ્રી ઇન્દ્રનીલ રાજગુરુ એટલે સ્વરાજ અને દર્શનીલ રાજગુરુના પિતા થાય છે. પિતાની જેમ જ ગાડીઓ, ઘોડે સવારી, નવરાત્રી જેવા મનોરંજન કાર્યક્રમોના આયોજનનો શોખ ધરાવતા સ્વરાજે યુવાન અવસ્થાએ ગાદી સંભાળી લીધી છે; ત્યારે સાચે જ મેં ઉપર લખેલ કેપશન યોગ્યતા ધરાવતું હોય એમ લાગે છે..
દર્શનીલ રાજગુરુ જે મિત્તભાષી પરંતુ બુદ્ધિશાળી અને હિંમતવાન તેમજ કુશળ એડમિનિસ્ટ્રેટર પુત્રી જે, ભાઈ સ્વરાજ સાથે ખભે ખભો મેળવીને દરેક પ્રોજેક્ટમાં અત્યંત સૂઝ બૂઝ સાથે કામ કરી રહી છે. જે અત્યંત આવશ્યક અને ગૌરવપૂર્ણ છે.
પિતા ઇન્દ્રનિલની રાહબરી હેઠળ બંને ભાઈ બહેન અનેક નવા નવા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે ફક્ત 3 વર્ષ જેવા ટૂંકા ગાળામાં (4) બ્રાન્ડેડ હોટલ્સ, જેમાં ફર્ન હોટલ સાથે (ધારી-ગીર પ્રદેશમાં) વિસ્ટેરીયા રિસોર્ટ તેમજ રાજકોટમાં જૂના એરપોર્ટ નજીક હોટેલ વિટ્સ (મિન્ટ હોટલ), રેસકોર્ષ ઉપર લેમન ટ્રી હોટલ, એ.જી. ચોક પાસે મંત્ર કોમર્શિયલ કોમ્પ્લેક્સ, નિલ્સ એસ્ટ્રાલ ખાતે 3BHK વાળા અતિ આધુનિક ગ્રીન વુડસ અને 4BHK લક્ઝરીયસ લાઈફ સ્ટાઈલ સાથેના ગ્રીન મેડોઝ જેવા એપાર્ટમેન્ટ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રેસિડન્સ પ્રસ્તુત કર્યા છે.
ધ નિલ્સ સંજયરાજ દ્વારા હંમેશા દર વર્ષે આખા ગુજરાતમાં પ્રખ્યાત એવી NCC (નિલ્સ સીટી કક્લબ) દ્વારા નવરાત્રીને માણો છો એને સફળ અને અપ્રતિમ સફળતા અપાવાવમાં ઇંદ્રનીલ રાજગુરુ નાં યુવાન ભાણેજ શ્રી સમર્થભાઈ મહેતા, સ્વરાજ અને દર્શનીલના વિઝનથી તૈયાર કરવામાં આવે છે અને આ વર્ષે મોરબીમાં પણ NCC નવરાત્રી ને લોકો એ ખુબ માણી હતી અને દાંડિયા રાસનો પૂરો આનંદ ઉઠાવેલ હતો.
ધ નિલ્સ સંજયરાજ કંપનીએ રાજકોટના હ્રદય એટલે રેસકોર્સ (જિલ્લા પંચાયત ચોક) ઉપર અતિ આધુનિક સ્પેશિયસ રૂમ્સ, ટેરેસ સ્વિમિંગ પૂલ, જિમ, અને ટેકનલોજીની સુવિધાથી સજ્જ એવા લેમન ટ્રી હોટલનો શુભારંભ કર્યા બાદ હવે વાત કરીએ
મોરબીના (જાંબુડિયા) વાંકાનેર હાઈ-વે ટચ અને હુન્ડાઈ શો રૂમ નજીક વધુ એક લેમન ટ્રી હોટલ શરુ કરવા જઈ રહ્યા છે અતિ આધુનિક સુવિધા સાથે સ્વાદિષ્ટ મેનુ ધરાવતી લેમન ટ્રી ખુલ્લી મુકવામાં આવી છે અને મોરબીના ઉધોગપતિઓ અને શહેરી જનો માટે એક ખુબ આનંદના સમાચાર છે અને હવે મોરબીમાં વિશેષ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટાલિટી ઉપલબ્ધ છે. જ્યાં પરિવાર સાથે વિવિધ વાનગીઓનું મેનુ ધરાવતું રેસ્ટોરાં સાથે સ્વિમિંગ પૂલ અને પૂલ પાર્ટીની સગવડતા ધરાવતા સાથે યુવાન લોકો માટે કેફે અને કેક એરિયા, આધુનિક જિમ, કોન્ફરન્સ રૂમ અને વિશાળ વાતાનુકુલિત બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટ જેવી દરેક સેવાઓ હવે એક જ સ્થળ ઉપર મળશે અને અત્યારે લેમન ટ્રી માં રુમનું બુકિંગ અને રેસ્ટોરાં સંપૂર્ણ રીતે શરુ થઇ ચૂક્યું છે અને અનેક રૂમ્સ બુક થવા લાગ્યા છે સાથે સાથે લગ્ન સરા નિમિત્તે બેન્કવેટ હોલ નું પણ બુકિંગ માટે લોકોનો ઇંટ્રેસ્ટ / ઇન્કવાયરી શરુ થઇ ગઈ છે.
















