Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે

મોરબી : મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું વિક્રમ સંવત ૨૦૮૨ નવા વર્ષ નિમિત્તે સ્નેહ-મિલન યોજાશે. મોરબીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ નિમિત્તે સ્નેહમિલન યોજાનાર છે.

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળમાં નક્કી થયા પ્રમાણે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં નોંધાયેલા જ્ઞાતિસભ્યોનું સ્નેહમિલન જ્ઞાતિની ભોજન શાળા ખાતે રાખવામાં આવશે. આગામી તા.9/11/2025 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે યોજનાર આ સ્નેહમિલનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી(ભોજનશાળા), વાંકાનેર દરવાજા પાસે,સબજેલ આગળથી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ તા.1/11 થી 8/11 સુધીમાં ભોજન-પાસ મેળવી લેવાના રહેશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments