Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ગારીડા નજીક ડમ્પરે બાઈકને ઠોકરે ચડાવતા બેને ઇજા

વાંકાનેરના ગારીડા નજીક ડમ્પરે બાઈકને ઠોકરે ચડાવતા બેને ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ જવાના રસ્તે આવેલ સનરાઈઝ સ્ટીલ કારખાનામાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રાહુલભાઈ રામસ્વરૂપ ગરવા ઉ.25 અને તેમના મિત્ર સુનિલ મનિરામ બીશ્નોઈ ગત તા.27ના રોજ જીજે – 36 – એબી – 7681 નંબરનું બાઈક લઈ વાંકાનેર રેલવે સ્ટેશનથી સમઢીયાળા જતા હતા ત્યારે ગારીડા ગામ પાસે હાઇવે પર જીજે – 12 – બીવાય – 9354 નંબરના ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.બનાવ બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments