મોરબી : આગામી બુધવાર, તા. 5 નવેમ્બરના રોજ સાગરભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે તથા શ્રી સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના રવાપર વિસ્તારમાં આવેલ વૈદેહી પ્લાઝાની બાજુમાં આવેલા મહાબલી હનુમાનજીના મંદિરે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ યોજાશે. આ કેમ્પનું આયોજન ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા (નથુવડલાવાળા) દ્વારા કરવામાં આવ્યું છે. રક્તદાન દ્વારા મેળવાયેલ રક્ત સિવિલ હોસ્પિટલ રાજકોટ અને સિવિલ હોસ્પિટલ મોરબીના થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે. આ પ્રસંગે આયોજકો દ્વારા સૌ નાગરિકોને માનવતાના આ પુણ્ય કાર્યમાં સહભાગી બની રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.











