Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફ્લેટમાં મેઇમ ડોર લોક થતા અંદર ફસાયેલી બાળકીને ફાયરની ટીમે હેમખેમ...

મોરબીમાં ફ્લેટમાં મેઇમ ડોર લોક થતા અંદર ફસાયેલી બાળકીને ફાયરની ટીમે હેમખેમ બહાર કાઢી

અવની ચોકડી નજીક પ્રેરણા એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના, ત્રણ વર્ષની બાળકી ફ્લેટમાં હતીને મેઈન ડોર લોક થઈ ગયો

મોરબી : મોરબી શહેરમાં અવની ચોકડી નજીક ત્રણ વર્ષની માસૂમ બાળકી ફ્લેટમાં એકલી હતી ત્યારે અચાનક ફ્લેટનો મુખ્ય દરવાજો અંદરથી લોક થઈ જતા બાળકીના પરિવારજનો હાંફળા ફાફળા બની ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા કોલ કર્યાની 16 જ મિનિટમાં ફાયર ટીમે રેસ્ક્યુ કરી બાળકને દરવાજો તોડી બહાર કાઢી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી ફાયર કંટ્રોલરૂમમાં સાંજના ૬:૪૩ વાગ્યે કોલ આવ્યો હતો કે, અવની ચોકડી પાસે આવેલ ગુરુ પ્રેરણા એપાર્ટમેન્ટ, દર્શના ટાઉનશીપમાં ત્રણ વર્ષની નાની બાળકી ફ્લેટમાં અંદર એકલી છે અને કોઈ કારણોસર મેઇનડોર લોક થઈ ગયો છે. કોલ મળતા જ મોરબી ફાયર ટીમ ૬.૫૧ મિનિટે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં સીડી વડે બીજા માળે રસોડાની બાલકનીમાં જઈ દરવાજો તોડી અને ૬:૫૯ વાગ્યે ધ્યાની નામની બાળકીને સહી સલામત બહાર કાઢી ત્વરિત કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments