Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ વિશ્વ હિન્દુ પરીષદ,બજરંગ દળ પ્રખંડ હુતામ્તા દિન નિમીતે મેગા રક્તદાન કેમ્પ...

હળવદ વિશ્વ હિન્દુ પરીષદ,બજરંગ દળ પ્રખંડ હુતામ્તા દિન નિમીતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો

મયુર રાવલ હળવદ

હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાશ્રીઓના સહયોગથી એમ્બુલન્સનું કરવામાં આવ્યું લોકાર્પણ

અયોધ્યા રામ જન્મભુમી મુક્તિ આંદોલન માં ૩૦ ઓક્ટોબર – ૨ નવેમ્બર ૧૯૯૦ ની પ્રથમ કાર સેવામાં તત્કાલીન સરકાર દ્રારા નિદોર્ષ કાર સેવકો ઉપર ગોળીબાર કરી નિર્મમ હત્યાઓ કરેલ આ નવસન્સ હત્યાકાંડ માં બલીદાન થનાર વિર હુતાત્માઓની યાદમાં બજરંગદળ દ્રારા ભારતભરમાં તા. ૩૦ થી ૨ નવેમ્બર સુધી રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. એના ભાગરૂપે હળવદ પ્રખંડમાં તા. ૧ નવેમ્બર ૨૦૨૫ ને શનિવાર ના રોજ મેગા રક્તદાન કેમ્પ ૧૫૦ થી વધું બ્લડ એકત્રિત થયું હતું, સાથે સાથે હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાશ્રીઓના સહયોગથી એમ્બુલન્સનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે લક્ષ્મીનારાયણના મંદિરના મહંત દિપકદાસજી મહારાજ, પ્રભુચરદાસજી મહારાજ, અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઈ પટેલ,ભવાની ગ્રુપના, વ્રજલાલ ઠક્કર, દીપક શેઠ, સન્ની ઠક્કર,અગ્રણી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ પટેલ,વેપારી મહામંડળ પ્રમુખ વિનોદભાઈ પટેલ, એસી એગ્રો ટેકનોલોજી ના એમડી રજનીભાઈ પટેલ,ડો મિલન ભાઈ માલપરા, વિશાલભાઈ રાવલ, તુલશીબાપા, જયેશભાઈ પટેલ, ભરતભાઈ રબારી, રમેશભાઈ ભગત, અશ્વિનભાઈ દલવાડી, સહિતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સામાજિક સંસ્થા, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.એમ્બયુલન્સના દાતાશ્રી સ્વ. કિશોરકુમાર અમૃતલાલ ઠક્કર (બકાભાઇ)સ્વ. હિરૂબેન ડાયાભાઇ પટેલ (રાણેકપર વાળા) ના પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા,

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બજરંગ દળ પ્રખંડ સૌરાષ્ટ્રના ભાવેશભાઈ ઠક્કર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હળવદના કાર્યકરોએ ભારે જેમ જ ઉઠાવી હતી..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments