Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુનડા-રવાપર રોડ પર કારનું ટાયર ફાટતાં પાણીમાં ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી

મોરબીના ઘુનડા-રવાપર રોડ પર કારનું ટાયર ફાટતાં પાણીમાં ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી

મોરબીના ઘુનડા-રવાપર રોડ પર આજે એક કારનું ટાયર ફાટતાં કાર રસ્તાની બાજુમાં ભરેલા પાણીમાં ખાબકી હતી. આ ઘટના ઘુનડા-રવાપર રોડ પર હેલિપેડની સામે બની હતી. જેમાં ઘુનડા તરફથી રવાપર જઈ રહેલા એક કાર ચાલકની કારનું અચાનક ટાયર ફાટ્યું હતું અને કાર હેલિપેડની સામે ભરેલા પાણીનું તલાવડું ભરેલું છે તેમાં ખાબકી હતી. તલાવડામાં 10 ફૂટથી વધું ઉંડાઈ હોય કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે કાર ચાલક સમયસૂચકતા વાપરીને હેમખેમ બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયા અને ક્રેનની મદદથી આશરે સાડા ત્રણ કલાકની જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments