Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsમોરબીની અંડર-17 ખેલાડીની ટીમ ઈન્ડિયા CBSE ક્રિકેટ ટીમમાં પસંદગી

મોરબીની અંડર-17 ખેલાડીની ટીમ ઈન્ડિયા CBSE ક્રિકેટ ટીમમાં પસંદગી

મોરબી : મોરબીની અંડર-17 ક્રિકેટ ખેલાડી સૌમ્ય પાલની ટીમ ઈન્ડિયા CBSEમાં પસંદગી થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નવી દિલ્હી દ્વારા આયોજિત પ્રથમ ગર્લ્સ નેશનલ લેવલની ક્રિકેટ સ્પર્ધા ભોપાલમાં 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં વેસ્ટર્ન રિજીયન તરફથી રમતા મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની સૌમ્યા પાલની ટીમ ઈન્ડિયા CBSEમાં પસંદગી થઈ છે.

પસંદગીની માહિતી મળ્યા બાદ સંસ્થાના પ્રિન્સિપાલ સીમા જાડેજાએ પસંદગી પામેલી ખેલાડી અને તેના પરિવારજનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખેલાડી મોરબીની સૌથી મોટી ક્રિકેટ એકેડમી ધ રોર ક્રિકેટ ક્લબમાં તાલીમ મેળવી રહી છે. વેસ્ટ ઝોનના હેડ કોચ ડો. અલી ખાને જણાવ્યું હતું કે, પસંદ કરાયેલી ટીમ SGFI નેશનલ્સ માટે રમવા તેલંગાણા જશે. લેગ બ્રેક બોલર સૌમ્યા પાલે તેની પસંદગી માટે તેની સખત મહેનત અને તેના કોચ મનદીપ સર અને અલી સરને શ્રેય આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments