Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખેડૂતો માટે તાત્કાલિક સહાય જાહેર કરવા કરો : કોંગ્રેસ અને ખેડૂતોનું...

મોરબીમાં ખેડૂતો માટે તાત્કાલિક સહાય જાહેર કરવા કરો : કોંગ્રેસ અને ખેડૂતોનું આવેદન

ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા અને પાક વીમા યોજના લાગુ કરવા સહિતની માંગ પણ ઉઠાવી

મોરબી : ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની બદલ તાત્કાલિક વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોએ મોરબી તાલુકા મામલતદારને આવેદન આપ્યું હતું. આ સાથે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા અને પાક વીમા યોજના લાગુ કરવા સહિતની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.

આવેદનમાં જણાવાયુ હતું કે ગુજરાતભરમાં સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર સહિતના ખરીફ પાકીને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે. તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતોને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લીધો છે. જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30થી 35% રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી.

ગયા વર્ષે 2024 ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદનો માર અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્યારે ખેડૂતો લીધેલ પાક ધીરાણ પણ ભરી શકે તેમ નથી. આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી. ત્યારે જેમ UPA સરકારે ખેડૂતોના રૂ.78000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે. 2020 થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે અને આખા દેશમાં આ યોજના અમલમાં છે. તો ગુજરાતમાં સરકારી પાક વીમાં કંપનીઓ આધારિત યોજના તાત્કાલિક અમલી કરવામાં આવે અને નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ છે.

ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જે માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજ યુક્ત મગફળીની ટેકાના ભાવે 300ના ભાવે ખરીદી કરવામાં આવે. ગુજરાતમા શિયાળુ પાકના સમયે અત્યારથી જ રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી માંગ છે.

આ આવેદનમાં મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલિતભાઈ કાસુન્દ્રા , રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાછ, વસીમભાઈ મન્સૂરી અને મોરબી તાલુકાના ખેડૂતો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments