Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર નજીક ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, પતિ અને પુત્રને નજીવી ઇજા

લાલપર નજીક ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, પતિ અને પુત્રને નજીવી ઇજા

મોરબી : મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર નજીક ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવમાં એક મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવાામાં આવી હતી જે મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે અને વાંકાનેરનો રાવલ પરિવાર દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનતા દંપતિ ખંડિત થયુ છે. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ઉર્વીશભાઈ રાવલ (ઉ.વ.35) તેમના પત્ની ધારાબેન ભાવિનભાઈ રાવલ (ઉ.વ.35) અને તેનો દીકરો નીલ ભાવિનભાઈ રાવલ (ઉ.વ. 6) વાંકાનેરથી દર્શન કરવા માટે થઈને મોરબી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન લાલપર ગામ પાસે ભાવિનભાઇની કાર નંબર જીજે 36 એસી 9493 લાલપર ગામ નજીક આવેલ ગોલ્ડ સિરામિકની સામેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જે બનાવમાં કાર બે ડમ્પર વચ્ચે આવી ગઈ હતી જેથી કરીને કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિ પૈકી મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત થયેલ કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં કરીને રોડ ઉપર ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ ધારાબેન ભાવિનભાઈ રાવલનું સારવાર દરમિયાન મોત નિપજયુ છે જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments