Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ તાલુકાના ચરાડવા ગામે રસ્તામાં ઉકરડાનું દબાણ દૂર કરવા મામલતદારને આવેદન

હળવદ તાલુકાના ચરાડવા ગામે રસ્તામાં ઉકરડાનું દબાણ દૂર કરવા મામલતદારને આવેદન

(મયુર રાવલ હળવદ) :હળવદ તાલુકાના ચરાડવા ગામે જીકીયારી ગામે જવાનો રસ્તામાં સ્થાનિક લોકો દ્વારા ઉકરડા કરી નાખવામાં આવતા ખેડૂતોને માલ લઈ જવા લાવવામાં મુશ્કેલી થતી હોય આ બાબતે બે મહિના અગાઉ ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતે મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતનો નિવેડો ન આવતા ખેડૂતો અને આગેવાનોને સાથે રાખી આજે હળવદ મામલતદારને આ રસ્તો ખુલ્લો કરી આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત થતા તંત્ર દ્વારા કોઈપણ જાતનો નિવેડો ન આવતા ખેડૂતોને પોતાની વાડીએ જવા માટે અને જ્યારે ખેતપેદાશ નીકળે ત્યારે પોતાનો માલ લાવવામાં મોટી તકલીફ હોય તાત્કાલિકના ધોરણે આ ઉકેળાનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉકરડા ની ગંદકીથી બાજુની ચૈતન્યનગર સોસાયટી અને બાજુમાં આવેલ સ્કૂલના બાળકોને પણ રોગચાળનો ખતરો હોય આ કામગીરી તાત્કાલિકના ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments