કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા દ્વારા સુરતમાં છ દિવસ આયોજિત નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં નવસારીની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની જિઆના વિની રાવલને બે ગોલ્ડ મેડલ અને તે પછી યોજાયેલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
દેશના સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત નેશનલ લેવલની ૧૬મી ટુર્નામેન્ટમાં ૨૪ કિલો સુધીની નવ વર્ષ સુધીની ગર્લ્સ કેટેગરીમાં જિઆના વિની રાવલને ગોલ્ડ મેડલ મળ્યો તે પછી છઠ્ઠા કુડો ફેડરેશન કપમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. બાદમાં ૧૭મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.









