4 ડિસેમ્બર સુધી ચાલશે કામગીરી : મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ ની મતદારયાદી voters.eci.gov.in/ પર ચકાસી શકાશે
મોરબી : ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર મોરબી જિલ્લાના ૩ વિધાનસભા વિસ્તાર ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરમાં તા.૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે.જે કાર્યક્ર્મના Enumeration વાળા તબકકામાં મોરબી જિલ્લાના કુલ ૮૯૧ મતદાન મથકોના બી.એલ.ઓ તા.૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી ૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ ૮૫૦૧૪૨ મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી ગઈકાલ તા.૪/૧૧/૨૦૨૫ થી શરુ કરી દેવામાં આવી છે.
હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ ની મતદારયાદી voters.eci.gov.in/ પર ચકાસી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓનો સંપર્ક કરી શકશે. મોરબી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન Enumeration Form ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.










