Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતા જ કારખાનેદારના ખાતામાંથી 3.33 લાખ સફાચટ

મોરબીમાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતા જ કારખાનેદારના ખાતામાંથી 3.33 લાખ સફાચટ

મોરબી : સમાચાર માધ્યમો અને પોલીસ દ્વારા વોટ્સએપમાં આવતી કોઈ પણ એપ્લિકેશન ફાઇલ એટલે કે, APK ફાઇલ ન ખોલવા માટે લોકોને સાવચેત કરવામાં આવતા હોવા છતાં લોકો જાણતા અજાણતા આવા મેસેજ ખોલી નાણાં ગુમાવી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ એક કારખાનેદાર આવા જ એક સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મોરબીના કારખાનેદારને આરટીઓ ચલણની APK ફાઇલ વોટ્સએપમાં આવતા ફાઈલ ઓપન કરતા જ બેન્કમાંથી રૂ.3,33,500 ઉપડી ગયા હતા.

મોરબીના કન્યા છત્રાલય રોડ પર સરદાર નગરમાં નેચરલ પાર્કમાં રહેતા અને માટીનું કારખાનું ધરાવતા અશોકભાઈ દામજીભાઈ કોટડીયા ઉ.46 નામના કારખાનેદારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે બેન્ક એકાઉન્ટ નંબરના આધારે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું ગત જૂન માસમાં કોઈ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી આરટીઓની એપીકે ફાઇલ આવતા તે ફાઇલ ખોલતા અશોકભાઈનો મોબાઈલ ગરમ થવા લાગ્યો હતો અને તેમના તેમજ તેમના માઇનોર પુત્રના બેન્ક ખાતામાથી કુલ મળી રૂ.3,33,500ની રકમ ઉપડી ગઈ હતી.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments