Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના કવાડીયા ગામે સોલાર પ્લાન્ટમાંથી રૂ.4 લાખના કોપર વાયરની ચોરી

હળવદના કવાડીયા ગામે સોલાર પ્લાન્ટમાંથી રૂ.4 લાખના કોપર વાયરની ચોરી

હળવદ : અત્યાર સુધી પવનચકકીને નિશાન બનાવતા તસ્કરો હવે સોલાર પ્લાન્ટને પણ નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટની ફેંસિંગ કાપી દીવાલ કૂદી અજાણ્યા તસ્કરોએ 4 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટની ફેંસિંગ કાપી નાખી અજાણ્યા તસ્કરોએ ગત તા.4ના રોજ દીવાલ કૂદી અંદાજે 1000 મીટર લંબાઈના કોપર વાયર કિંમત રૂપિયા 4 લાખની ચોરી કરતા ઘટના અંગે સોલાર પ્લાન્ટના કર્મચારી સુમિતભાઈ રાજેન્દ્રભાઇ પંડ્યા રહે.નવા બસસ્ટેન્ડ પાછળ, મોરબી વાળાઓએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments