Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના ખાખરેચી ગામે જુગાર રમતા પાંચ ઝબ્બે

માળીયાના ખાખરેચી ગામે જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડી જુગારધામ સંચાલક સહિત પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 10,240 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

માળીયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે, ખાખરેચી ગામે કુંવરજીભાઇ અમરશીભાઈ પરસુડા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા રહેણાંકમાં ચાલતા જુગારધામમાં જુગાર રમી રહેલ આરોપી કુંવરજીભાઇ અમરશીભાઈ પરસુડા, રઘુભાઈ દિનેશભાઇ શંખેસરિયા, ગોપાલભાઈ અવાભાઈ ભોજવીયા, કિશોરભાઈ હરજીભાઈ મેવાડા અને આરોપી સંજયભાઈ સોંડાભાઈ દેલવાડિયા રહે.તમામ ખાખરેચી ગામ વાળાઓ રોકડા રૂપિયા 10,240 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે જુગારધારા કલમ 4 – 5 મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments