Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચોરી કરેલા ત્રણ બાઇક સાથે એક ઝડપાયો

મોરબીમાં ચોરી કરેલા ત્રણ બાઇક સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીના વાહનો સાથે એક આરોપીને ઝડપી લઈ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે વણઉકેલાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

મોરબી-વાંકાનેર હાઇવે પર શ્યામ હોટલ સામે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હસમુખભાઈ ગેલાભાઇ છાસીયા (ઉ.વ. 22, રહે. મોરબી, મૂળ સુરેન્દ્રનગર) નામના શખ્સને કાળા કલરના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-11-BG-6253) સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલે પોકેટ મોબાઇલમાં વાહન નંબર સર્ચ કરતાં જાણવા મળ્યું કે વાહન અન્ય કોઈ માલિકનું છે. સઘન પૂછપરછમાં આરોપી હસમુખભાઈ છાસીયાએ આ મોટરસાયકલ ચોરી કર્યું હોવાની અને તેની સાથે અન્ય બે મોટરસાયકલો પણ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મોરબી પોલીસે આરોપી પાસેથી કુલ ત્રણ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કુલ કિંમત આશરે રૂ. 55,000 કબજે કર્યા હતા. આ કામગીરીમાં પો.ઇન્સ આર.સી. ગોહીલ અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ રોકાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments