Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadટેકો મળે કે નહીં વેચી નાખોની નીતિ સાથે ખેડૂતોએ જણસી વહેંચવા અધિરા…

ટેકો મળે કે નહીં વેચી નાખોની નીતિ સાથે ખેડૂતોએ જણસી વહેંચવા અધિરા…

મયુર રાવલ હળવદ

હળવદ માર્કેટીંગ યાર્ડમાં મગફળી-કપાસ સહિત અન્ય ૪૦ હજાર મણથી વધુ જણસીની આવક.

રોજના મગફળી કપાસના ૫૦૦ થી વધુ વાહન લાઈન રોજ હરરાજી કરી નિકાલ,યાર્ડ માં અંદાજે ૧૭ હજાર મણ મગફળી, ,૨૦ હજાર મણ કપાસની આવક અન્ય જણસી સહીત ૪૦ હજાર મણથી વધુ ની આવક

ટેકો મળે કે નહીં વેચી નાખોની નીતિ સાથે ખેડૂતોએ જણસી વહેંચવા અધિરા બન્યા છે.હળવદ માર્કેટીંગ યાર્ડમાં મગફળી-કપાસ સહિત અન્ય જણસી ૪૦ હજાર મણથી વધુની આવક થાય છે. ત્યારે ખેડૂતોઓ નું કહેવું છે કે સારી મગફળીના ઉંચા ભાવ
પણ ટેકાના ભાવ સુધી ન પહોંચ્યા,

માવઠાનો માર સહન કર્યા બાદ હવે બે ત્રણ દિવસથી કમોસમી વરસાદની વિદાય થતા જ ખેડૂતો લીધેલા કરજ ચૂકવવા અને લગ્નગાળાની સીઝનના ખર્ચને પહોંચી વળવા ઘરમાં સાચવી રાખેલ કપાસ, મગફળી, સહિતની અન્ય જણસી વેચવા અધીરા બન્યા છે, યાર્ડમાં સતત ત્રણ દિવસ થી હજારો મણ જણસીની આવક થઇ હતી,

માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ જણાવ્યા મુજબ યાર્ડમાં અંદાજે ૬૦૦ થી વધુ વાહનોની આવક થઈ હતી. જેમાં અંદાજીત ૧૭ હજાર મણ મગફળી,૨૦ હજાર મણ કપાસ..સહીતની અન્ય જણસી ૪૦ હજાર મણથી વધુની આવકો થય હતી.
બીજી તરફ યાર્ડમાં ખેડૂતોને કપાસના રૂ.૧૩૫૦થી ૧૫૫૦ પ્રતિમણ, મગફળીના રૂ.૯૦૦થી રૂ.૧૨૦૦ પ્રતિમણ સુધીના ભાવ મળ્યા હતા.
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ એ ખેડૂત જોગ સંદેશ આપ્યો હતો કે મગફળી લીલી હોય તો બે ત્રણ દિવસ સુકવીને લાવવાનો આગ્રહ રાખીએ,
જ્યારે વેપારી જોગ સંદેશ પાઠવ્યો હતો કે ખેડૂત મિત્રોના હિતને ધ્યાન લઈને મોટું મન રાખીને વધુમાં વધુ મગફળીની ખરીદી થાય એવું આયોજન કરવા અપીલ કરી હતી..

જ્યારે ખેડૂત એ જણાવ્યું હતું કે હળવદ યાર્ડમાં ખેડૂતોને સારામાં સારી મગફળીના પણ ટેકાના રૂ.૧૪૫૨ સુધીના ભાવ મળતા નથી ત્યારે આગામી તા.૯મીથી સરકારે દરેક ખેડૂત પાસેથી ૧૨૫ મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરતા હવે યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.‌મગફળીના રૂ.૯૦૦થી રૂ.૧૨૫૦ પ્રતિમણભાવ મળી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments