મોરબી : સાંધાના દુ:ખાવાથી પીડાતા લોકો માટે રાહતના સમાચાર છે. આગામી રવિવાર, તારીખ 9 નવેમ્બર 2025ના રોજ એક દિવસીય એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 8:30 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી માર્કેટ યાર્ડ, હનુમાનજીનું મંદિર, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા કોઈપણ પ્રકારના સાંધાના દુખાવા અને તેના ઉપચાર માટેની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. આ કેમ્પમાં ઈશ્વરભાઈ બી. મોટકા સેવા આપશે. જરૂરિયાતમંદ લોકોએ સમયસર પહોંચીને એક્યુપ્રેશરની સારવારનો લાભ લેવા અપીલ કરાઈ છે.










