મયુર રાવલ હળવદ
મામલતદાર, પીઆઈ, ચીફ ઓફિસર સહિતના તંત્રના અધિકારી કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમ્ સમૂહગાન કરવામાં આવ્યું
હળવદ મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, પોલીસ સ્ટેશન ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા.
આપણા રાષ્ટ્ર ગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જન માનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હળવદ તાલુકામાં પણ વંદે માતરમ@૧૫૦ અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરપે હળવદ મામલતદાર કચેરી, નગરપાલિક, પોલીસ સ્ટેશન સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ આ પ્રસંગે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ લીધા હતા.











