Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે જન્મદિવસ ઉજવ્યો

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે જન્મદિવસ ઉજવ્યો

મોરબી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ અને મોરબી નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ દીનાબા જાડેજાના પતિ જયવંતસિંહ જાડેજાએ તાજેતરમાં 5 નવેમ્બર 2025 ના રોજ તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

જયવંતસિંહ જાડેજાએ આ દિવસે વૃદ્ધાશ્રમના વડીલોને અગ્નેશ્વર મંદિર ખાતે મહાદેવના દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ, બધા જ વડીલોને પ્રાકૃતિક સૌંદર્યના ખોળે વનભોજન કરાવવામાં આવ્યું હતું. તેમણે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે પણ ભોજન કર્યું હતું અને વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ મેળવીને સેવાકાર્ય દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જયવંતસિંહ જાડેજા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે સેવા આપી છે અને સામાજિક કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 15 દેશોનો પ્રવાસ પણ કરી ચૂક્યા છે અને સમાજસેવા ક્ષેત્રે સક્રિય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments