Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવલખી રોડ પર ટ્રક ચલાવતા ડ્રાઇવર બેભાન થઈ ઢળી પડયા, મોત

મોરબીના નવલખી રોડ પર ટ્રક ચલાવતા ડ્રાઇવર બેભાન થઈ ઢળી પડયા, મોત

મોરબી શહેરના નવલખી રોડ પર મારૂતીનગરમાં રહેતા ટ્રક ચાલક ટ્રક લઈને જતા હતા ત્યારે સેન્ટમેરી સ્કૂલ પાસે ટ્રક ચલાવતા – ચલાવતા બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નવલખી રોડ પર મારૂતિનગરમાં રહેતા ટ્રક ચાલક કેશવભાઈ મુનારભાઈ પાસી ઉ.48 પોતાનો ટ્રક લઈને નીકળ્યા બાદ સેન્ટમેરી સ્કૂલ સામે નવલખી ફાટક પાસે ટ્રક ચલાવતા ચલાવતા બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments