Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની GMERS હોસ્પિટલમાં 14 વર્ષના તરૂણની પથરીની જટિલ સર્જરી કરાઈ

મોરબીની GMERS હોસ્પિટલમાં 14 વર્ષના તરૂણની પથરીની જટિલ સર્જરી કરાઈ

મોરબી : મોરબીની GMERS જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ 14 વર્ષના તરૂણ દર્દીને કિડનીમાંથી પથરીની જટિલ સર્જરી કરીને બહાર કાઢી સ્વસ્થ કર્યો હતો અને તેને છેલ્લા બે વર્ષથી સતાવી રહેલા પેટના દુઃખાવામાંથી કાયમી મુક્તિ આપી છે.

છેલ્લા બે વર્ષથી સતત પેટના દુઃખાવાની તકલીફ અનુભવતા તરુણ દર્દી ગત તારીખ 30-10-2025ના રોજ GMERS જનરલ હોસ્પિટલ મોરબીના સર્જરી ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટરને બતાવવામાં આવ્યો હતો અને ડૉ. વિમલ દેત્રોજાએ જરૂરી તપાસ અને રિપોર્ટ્સ કરાવતાં દર્દીને જમણી કિડનીમાં મોટી અણીદાર પથરી હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરની સલાહ મુજબ દર્દી પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. GMERS જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજાવતા સર્જરી ટીમના ડૉક્ટર વિમલ દેત્રોજા, ડૉક્ટર ચિરાગ પનારા, ડૉક્ટર ધવલ રૈયાણી અને એનેસ્થેસિયા ડૉક્ટર હાર્દિક કાવર દ્વારા આ જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમે સફળતાપૂર્વક લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા 3.3 સેન્ટીમીટરની મોટી પથરીને બહાર કાઢી હતી.ઓપરેશન બાદ દર્દીની શારીરિક સ્થિતિમાં ઝડપથી સુધારો થતાં તેને તારીખ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. દર્દી અને તેના પરિવારે આ જટિલ ઓપરેશનને સફળ બનાવવા બદલ તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments