Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઘર પાસે પાણી ઢોળાવા મામલે પાડોશી મહિલા અને તેના પિતાએ પરિણીતાને...

મોરબીમાં ઘર પાસે પાણી ઢોળાવા મામલે પાડોશી મહિલા અને તેના પિતાએ પરિણીતાને પાઇપ ફટકાર્યો

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે પાડોશી મહિલા અને તેના પિતાએ પરિણીતા સાથે ઝઘડો કરી મૂંઢ ઇજાઓ કરવાની સાથે માથામાં લોખંડનો પાઇપ ફટકારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના મહેન્દ્રનગરમાં હરિગુણ પ્લાઝા પાસે આવેલ રોયલપાર્કમાં રહેતા ડેનિસભાઈ વિઠ્ઠલભાઇ ભલાણીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પાડોશમાં રહેતા આરોપી રસિલાબેન અને તેમના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પત્ની નિરાલિબેનથી ઘર પાસે પાણી ઢોળાયું હોય રસિલાબેને ઝઘડો કરી બોલાચાલી કરી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.બાદમાં રસિલાબેનના પિતાએ લોખંડના પાઇપ વડે નિરાલિબેનને માથામાં ઇજાઓ પહોંચાડતા ઘટના અંગે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments