વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં પતિ તેમજ દિયર સાથે ઝઘડો કરી ઇટના છુટા ઘા મારી ઝઘડો કરનાર પરિવારને સમજવવા ગયેલા જયાબેન મનુભાઈ સોલંકી અને તેમની પુત્રી શીતલબેન સોલંકી પર આરોપી અરવિંદભાઇ રૂપાભાઇ સોલંકી, જીતેશભાઇ અરવિંદભાઇ સોલંકી, અરવિંભાઇની દિકરી વૈસાલીબેન તથા બીજી દિકરી, હેતલબેન, ભવાનભાઇ રૂપાભાઇ સોલંકી અને નીલેશભાઇ ભવાનભાઇ સોલંકીએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










