વાંકાનેર : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર ઢુંવા ઓવરબ્રિજ પાસે ગત તા.11ના રોજ સાંજના સમયે જીજે – 36 – એજે – 9792 નંબરની સ્કોડા કારના ચાલકે જીજે – 03 – એવી – 0771 નંબરની માલવાહક રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા ચાલક ધરમશીભાઈ દેવસીભાઈ પરમાર રહે.નવા મકનસર, વાદી વસાહત વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ જીવરાજભાઈ પરમારની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા સ્કોડા કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










