Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની તક્ષશિલા સ્કુલે વિજ્ઞાન મેળામા SVS કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો

હળવદની તક્ષશિલા સ્કુલે વિજ્ઞાન મેળામા SVS કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો

મયુર રાવલ હળવદ


પાણીમાં શાકભાજી ઉગાડી ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન કરવાના હાઈડ્રો પોનિક્સ ખેતીના પ્રયોગે આકર્ષણ જમાવ્યું

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને મોરબી જિલ્લા તાલિમ ભવન આયોજિત SVS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયુ. આ પ્રદર્શનમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના પરંપરાગત અને ટકાઉ ખેતી વિભાગમાં હાઈડ્રોપોનિક્સ ખેતી પદ્ધતિના પ્રયોગનો પ્રથમ નંબર મેળવ્યો હતો. પાણીમાં શાકભાજી ઉગાડી ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન કરવાના હાઈડ્રો પોનિક્સ ખેતીના પ્રયોગે આકર્ષણ જમાવ્યું હતુ. શાળાના સોલંકી ધ્રુવ, જખવાડિયા દેવકરણ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામ્યા હતા. આ નવતર પ્રયોગ માટે શાળાના મયુર દલસાણિયા, વાસુદેવ ગોંડલિયા, યશ કલોલાએ મહેનત કરેલ હતી. શાળાની આ કૃતિ જિલ્લા કક્ષાએ નંબર મેળવી રાજ્ય કક્ષાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે વ્યક્ત કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments