ટંકારા : ટંકારા તાલુકાનાં મેઘપર ઝાલા ગામની સીમમાં સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ એક આરોપીને અટકાયતમાં લીધો હતો.દરોડા દરમિયાન પોલીસે ઠંડો, ગરમ આથો અને દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 46,400નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
ટંકારા સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મેઘપર ઝાલા ગામે આથમણી સીમમાં આરોપી રવિરાજસિહ અમરસંગ ઝાલાની વાડીમાં દરોડો પાડતા વાડીમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવતા 100 લીટર ગરમ આથો, 1800 લીટર ઠંડો આથો, 40 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 46,400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










