Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની કચેરી સામે હવે કામદારો રોજગારી માટે ઊભા નહિ રહી શકે,...

મોરબી મનપાની કચેરી સામે હવે કામદારો રોજગારી માટે ઊભા નહિ રહી શકે, કમિશનરનું જાહેરનામું

ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હોવાથી કમિશનરે પ્રતિબંધ મૂક્યો, કામદારો હવે રોજગારી માટે જેલ રોડ પર આવેલા હોકર્સ ઝોન પાસે ઉભા રહી શકશે

મોરબી: ટ્રાફિકની અવરજવર, ભીડભાડ અને કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રવેશદ્વાર નજીક દૈનિક રોજગારી માટે કોઈપણ વ્યક્તિ કે કામદારોને ઊભા રહેવા અથવા એકત્ર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુક્યો છે.

કામદારોની રોજગારની જરૂરિયાત જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. હવેથી તમામ કામદારોને દૈનિક રોજગારી માટે મોરબી શહેરના જેલ રોડ હોકર્સ ઝોન, જેલ ચોક નજીક ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવે છે. આ હુકમ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૯ ની કલમ ૪૬૬ (D) (a) હેઠળ જાહેર કરવામાં આવ્યો છે અને તેને અમલ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકાયો છે. મહાપાલિકાએ કામદારો અને નાગરિકોને આ હુકમનું પાલન કરવા અપીલ કરી છે. હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું નાયબ કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments