Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના કેનાલમાં હાથ પગ ધોવા જતા પડી જતા ડૂબી જવાથી યુવતીનું મોત

હળવદના કેનાલમાં હાથ પગ ધોવા જતા પડી જતા ડૂબી જવાથી યુવતીનું મોત

હળવદ : હળવદ તાલુકાના જુના અને નવા ઇશનપુર ગામ વચ્ચે પસાર થતી કેનાલમાં હાથપગ ધોવા જતા લપસીને કેનાલમાં પડી ગયેલ મૂળ મયાપુર ગામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.

હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામે રહેતી મૂળ મયાપુર ગામની વતની વિધિબેન અશિષભાઈ જાદવ ઉ.વ.18 નામની યુવતી ગઈકાલે બપોરના સમયે વાડીએથી ઘેર જતી હતી ત્યારે જુના અને નવા ઇશનપુર ગામની વચ્ચે આવેલ કેનાલમાં હાથપગ ધોવા તેમજ પાણી પીવા જતા પગ લપસી જતા કેનાલના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments