Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi11 કે.વી. લાઇનના તણખાથી પાર્થ પેપરમીલમાં આગ લાગેલી હોવાનું અનુમાન..

11 કે.વી. લાઇનના તણખાથી પાર્થ પેપરમીલમાં આગ લાગેલી હોવાનું અનુમાન..

મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં આગની ભયાનક ઘટના બની હતી. આગને કાબુમાં લેવા મોરબી ફાયર બ્રિગેડની બે ટિમો સ્થળ પર પહોંચી ચૂકી છે. ઉપરાંત સહાય માટે હળવદ અને વાંકાનેરથી પણ ફાયર બ્રિગેડની ટિમોને બોલાવવામાં આવી છે. ફાયર ટીમે જણાવ્યું છે કે આગ અંદાજે ચાર કલાકમાં કાબુમાં આવી શકે છે.

આ પેપર મિલ મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલની માલિકીની છે. શૈલેષભાઈએ જણાવ્યું કે મિલમાં અંદાજે 50 ટન જેટલો વેસ્ટ સ્ટોકમાં રાખવામાં આવ્યો હતો. ચોમાસાની સીઝનને કારણે વેસ્ટ મોકલવાની જગ્યા પર પણ સ્ટોક વધુ હોવાથી તે અહીં જ રાખવામાં આવ્યો હતો. મિલની નજીકથી 11 કેવી લાઇન પસાર થાય છે, જેમાંથી તણખા ઝરતાં આ આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલ તમામ ફાયર ટિમો મળીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments