હળવદ–માળીયા હાઈવે ઉપર આવેલી રાધે-ઈન હોટલમાં હળવદ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હોટલ દ્વારા મુસાફરોની નોંધ પથીક સોફ્ટવેરમાં ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત હોટલ સંચાલક તરફથી મુસાફરોના ઓળખના પુરાવા પણ મેળવવામાં આવ્યા ન હતા. આ બાબતને પગલે હોટલ સંચાલક નરેશકુમાર લાલુજી પટેલ (ઉંમર 27) સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.











