હળવદના સુસવાવ ગામ નજીક બે ખેતરોને તસ્કરોએ નિશાન બનાવી કુલ 12 જેટલી મોટરોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના સુસવાવ ગામ પાસે ગોરાસરી નામે ઓળખાતી સીમમાં ખેતરો ધરાવતા લાલજીભાઇ પ્રેમજીભાઇ માકાસણા અને વિનોદભાઇ શામજીભાઇ સોનગ્રાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૩ના રાત્રીના સમયે તેઓએ કેનાલમાં રાખેલ અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો (દેડકા) નંગ કુલ 12 જેની કુલ કિ.રૂ 2,25,000 ની કોઇ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.










