Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં ટ્રકની હડફેટે દંપતિ ખંડિત, પતિની નજર સામે પત્નીનું મોત

વાંકાનેરમાં ટ્રકની હડફેટે દંપતિ ખંડિત, પતિની નજર સામે પત્નીનું મોત

સિટી પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

મોરબી : વાંકાનેર નજીક બાઇક લઈને જતા પતિ પત્નીને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પત્નીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાત નાકા પાસે તા.19ના રોજ ડિસ્કવર બાઇક પર પ્રવીણભાઈ હેમુભાઈ સારલા તેમની પત્ની શારદાબેન સાથે જઈ રહ્યા હતા. તે વેળાએ ટ્રક રજી.નં.GJ-11-Y-9466 પુરઝડપે અને બેફીકરાયથી નીકળીને પાછળથી ઠોકર મારી હતી. જેમાં પ્રવિણભાઇને કપાળના ભાગે,જમણી આંખ ઉપર, જમણા પડખામા, જમણા પગમા ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે શારદાબેનનું માથાના ભાગે તથા છાતીના ભાગે વ્હીલ ફરી જતા સ્થળ ઉપર જ મોત થયું હતું. આ મામલે મૃતકના પુત્ર ભરતભાઇ પ્રવિણભાઇ સારલા ઉ.વ.૩૧ રહે.વેલનાથપરાવાળાએ વાંકાનેર સિટી પોલીસમાં ટ્રક રજી.નં.GJ-11-Y-9466ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને શોધવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments