Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ‘ધમાલ ગલી’ કાર્યક્રમ સાથે પરંપરાગત રમતોને નવજીવન

મોરબીમાં ‘ધમાલ ગલી’ કાર્યક્રમ સાથે પરંપરાગત રમતોને નવજીવન

મોરબી: મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ મોરબીના સંયુક્ત ઉપક્રમે આજે ‘ધમાલ ગલી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધીમે ધીમે લુપ્ત થઈ રહેલી વિવિધ ભારતીય અને પરંપરાગત રમતોને ફરીથી જીવંત કરવાનો હતો.

ધમાલ ગલીમાં ખોખો, કબડ્ડી, દોરડા કૂદ, ભમરડો (સ્પિનિંગ ટોપ/લટ્ટુ), લીંબુ ચમચી, અને ઘણી ભાગરેસ જેવી વિસરાતી રમતો રમાડવામાં આવી હતી. આ રમતોમાં બાળકો તેમજ મોટેરાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે રમતો રમીને બાળપણની યાદો તાજી કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મોરબી શહેરનો વિકાસ માત્ર ભૌતિક વિકાસ સુધી સીમિત ન રહે, પરંતુ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ વિકાસ અને શારીરિક વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ધમાલ ગલીનું આયોજન હવે દર મહિને એક વખત કાયમી ધોરણે કરવાનું પ્લાનિંગ છે. નવેમ્બર મહિનાનો કાર્યક્રમ આજે યોજાયો હતો, જ્યારે આગામી આયોજન 28મી ડિસેમ્બરના રોજ સરદાર બાગની નજીક કરવામાં આવશે, કારણ કે કેસરબાગનું રેનોવેશન ચાલી રહ્યું છે. ભવિષ્યમાં ગીલી ડંડા અને સૂતોલ (પીઠું) જેવી અન્ય પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવાની યોજના છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોને મોબાઈલથી દૂર રાખીને શારીરિક વિકાસને પ્રોત્સાહન આપવાનો અને તેમને ખુશખુશાલ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments