મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલા વણકરવાસમાં રહેતા બીજલભાઇ છગનભાઇ મકવાણા ઉ.વ.૫૪ પોતાના ઘરે સીડી ઉપરથી અકસ્માતે નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.










