Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સરકારી અનાજના ગોડાઉનમાં મજૂરી કામ મામલે ઝઘડો થતા યુવાનને લોખંડના પાઈપ...

મોરબીમાં સરકારી અનાજના ગોડાઉનમાં મજૂરી કામ મામલે ઝઘડો થતા યુવાનને લોખંડના પાઈપ ફટકાર્યો

મોરબી : મોરબીના રાજપર ગામે સરકારી અનાજના ગોડાઉનમાં એક શ્રમિક ઉપર બોલાચાલીનો ખાર રાખી શખ્સે લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વિશિપરામાં રહેતા કાસમભાઇ કાદરભાઇ કાજડીયા ઉ.વ.૩૦ નામના શ્રમિકે મોરબી તાલુકા પોલીસ મથકે અર્જુનભાઇ અરવિંદભાઇ રહે.કુબેર ટોકીઝ પાસે, મોરબી વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ત્રણેક દિવસ પહેલા આરોપી સાથે મજુરી કામ અર્થે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી તા.22ના રોજ બપોરના બે વાગ્યાના અરસામા રાજપર ગામે તેઓ સરકારી અનાજના ગોડાઉનમા હોય તે દરમિયાન આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડનો સળીયો માથાના પાછળના ભાગે ફટકારી ગંભીર ઇજા પહોચાડી હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments