મોરબી : ABVP મોરબી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ABVP મોરબી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભગવાન બિરસા મુંડાજીના જન્મ સ્થળ ઉતિહાલુ (ઝારખંડ)થી આવેલ માટીના કળશ ની “જનજાતી ગૌરવ કળશ યાત્રા” નું મોરબીની વિવિધ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાજીના બલિદાન વિશે સંગોષ્ઠી કરવામા આવી હતી.















