Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામના સદાવ્રતમાં ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ભોજન પીરસીને ધન્યતા અનુભવી

મોરબી જલારામ ધામના સદાવ્રતમાં ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ભોજન પીરસીને ધન્યતા અનુભવી

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે આજ રોજ “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજનિક અશોકભાઈ ભાયાણી મોરબી જલારામ ધામ ખાતે પધાર્યા હતા. પૂ.જલારામ બાપા ની કૃપા અને પ્રેરણા થી ચાલતા સદાવ્રત માં પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અશોકભાઈ ભાયાણી એ મોરબી જલારામ ધામ દ્વારા કોઈ પણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ મોરબી જલારામ ધામ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના સ્વાસ્થ્ય અંગે પૂ.જલારામ બાપાના ચરણો માં પ્રાર્થના કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments