મોરબી : મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોને ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલા યોગ આશ્રમ પાછળ, “કલબ- 36” ના સૌજન્યથી, તેમના જ “CINE -36” થિયેટરમાં લગાવેલા ગુજરાતમાં ધૂમ મચાવનાર “લાલો” ફિલ્મ બતાવવામાં આવ્યું હતું. વડીલોને બસ મારફતો સવારના શોમાં લઈ જવામાં આવ્યા હતા અને સૌ વડીલોને લાલો ફિલ્મ નિહાળ્યું હતું.
વડીલોની સાથે માનવ મંદિરના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલા સૌ દંપતી સાથે, વડીલોને સેવા અને સહયોગ આપવાના હેતુથી સામેલ થયા હતા. લાલો ફિલ્મના આ શોમાં ટંકારા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ અને તેમના આયોજકો પણ લાભ લેવા આવ્યા હતા. શો પૂર્ણ થયા બાદ તમામે માનવ મંદિર સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સૌએ સાથે ભોજન તેમજ સંસ્થાનો પ્રસાદ લીધો હતો, તે સંસ્થાની દીકરીઓ સાથે સંસ્કાર અને શિક્ષણની વાતો કરવામાં આવી હતી. દીકરીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી ખૂબ આનંદ કર્યો હતો.










