Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના શક્તિનગર ગામે ચામડીના રોગોની હર્બલ વનસ્પતિની દવાઓનો કેમ્પ યોજાયો

હળવદના શક્તિનગર ગામે ચામડીના રોગોની હર્બલ વનસ્પતિની દવાઓનો કેમ્પ યોજાયો

મયુર રાવલ,હળવદ

હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામે સર્વેજન હિતાય સર્વજન સુખાય માટે હળવદ તાલુકા ભાજપ પરિવાર દ્વારા ચામડીના રોગોની હર્બલ વનસ્પતિની દવાઓના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી પણ વધુ દર્દી નારાયણએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

કેમ્પમાં ગુજરાતના સુપ્રસિદ્ધ હર્બલ વનસ્પતિની દવાઓના નિષ્ણાંત ગૌરવ શાહ સાહેબે હાજર રહી સેવાઓ આપી હતી તેમજ આ કાર્યકમમાં રબારી સમાજ આગેવાન મનુભાઈ વિભાભાઈ રબારી,વાઘાભાઈ પ્રભુભાઈ રબારી, નાગજીભાઈ મલાભાઈ રબારી,બેચરભાઈ‌ ગોકળભાઈ રબારી, તેમજ ભાજપ સંગઠન ના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ હળવદ તાલુકા યુવા ભાજપ મનોજભાઈ નાગજીભાઈ રબારી (સુખપર) તથા હમીરભાઈ જેશીંગભાઈ રબારી (શક્તિનગર) તથા ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments