Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiSIR કામગીરીમાં પરિવાર સાથે ફોર્મ ભરી લોકોને પણ લાભ લેવાની અપીલ કરતા...

SIR કામગીરીમાં પરિવાર સાથે ફોર્મ ભરી લોકોને પણ લાભ લેવાની અપીલ કરતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

મોરબી : તંદુરસ્ત લોકશાહી માટે ચૂંટણી પ્રક્રિયામાં આધુનિક પરિવર્તન સાથે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં હાલ પુરજોશમાં મતદાન સુધારણા SIR કામગીરી ચાલી રહી છે. જેમાં મોરબી જિલ્લામાં પણ મતદાન સુધારણા SIR કામગીરી ચાલી રહી હોય ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પરિવાર સાથે ફોર્મ ભરીને તમામ લોકોને આ કામગીરીનો લાભ લેવા અને નિયત સમયમાં ફોર્મ ભરી જમા કરાવવાની અપીલ કરી છે.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, દેશના ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) મતદાન સુધારણાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આજે તેઓએ તેમના પરિવાર સાથે મતદાન સુધારણાનું ફોર્મ ભર્યું અને જમા કરાવ્યું હતું. મતદાતા એજ લોકશાહીનો મૂળ આધાર છે. આપણો એક આ નાનો પ્રયાસ ભારતના લોકતંત્રને વધુ મજબૂત બનાવશે. તેથી તમામ લોકોએ અવશ્યથી SIR ફોર્મ ભરીને ઝડપથી જમા કરાવવા નમ્ર અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments