મોરબી : મોરબીના શનાળા નજીક રાજપર ચોકડીથી ઓવરબ્રિજ પાસે થોડા સમય પહેલા ગૃહમંત્રી આવવાના હોવાથી જેટલા પણ ક્રોસિંગ હતા તે ક્રોસિંગ પરના સ્પીડબ્રેકર હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે આ સ્પીડબ્રેકર ફરીથી બનાવી દેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
લોકોના જણાવ્યા પ્રમાણે આ સ્પીડબ્રેકર હટાવી દેવાથી હાલ શક્તિ માતાના મંદિર સામેનું જે ક્રોસિંગ છે ત્યાં અને ત્યારપછી આવતા ક્રોસિંગ પર લોકોની અવર જવર વધુ હોય છે. શક્તિ માતાજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે આ જગ્યા પર સ્પીડબ્રેકર હટાવી દેવાથી વાહનોની સ્પીડ ખૂબ જ વધારે હોય છે તેથી અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. તેથી આ જગ્યા પર ફરીથી સ્પીડબ્રેકર રાખવામાં આવે. આ રોડ પર મોટા વાહનોની અવર જવર પણ વધુ હોય છે ત્યારે તમામ ક્રોસિંગ પર સ્પીડબ્રેકર ફરીથી બનાવી દેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.













