Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના બુટાવડમાં પાણીની મોટરને રીપેર કરવા મામલે ભત્રીજા અને કાકા વચ્ચે જામી...

હળવદના બુટાવડમાં પાણીની મોટરને રીપેર કરવા મામલે ભત્રીજા અને કાકા વચ્ચે જામી પડી

ભત્રીજા પર કાકા અને તેના પુત્ર તેમજ જમાઈએ ધારીયાથી હુમલો કર્યાની ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના બુટાવડ ગામની સીમમાં વાડી ધરાવતા બે યુવાનોને કાકા તેમજ તેમના પુત્ર અને જમાઈએ ભાગમાં ચાલતી પાણીની મોટર રિપેરીંગના ખર્ચ બાબતે માર મારી ધારીયા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના બુટાવડ ગામની સીમમાં વાડી ધરાવતા લાલજીભાઇ બાજુભાઈ લોદરિયા ઉ.23 નામના યુવાને તેમના કાકા શામજીભાઈ મોહનભાઇ લોદરિયા તેમનો પુત્ર મેરાભાઈ, દશરથભાઈ ખાંભડીયા રહે.ભલગામડા અને શામજીભાઈના જમાઈ સંજય રહે.ખોડ ગામ વાળા વિરુદ્ધ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના કાકા શામજીભાઈ અને ફરિયાદીને ભાગમાં વાડીની મોટર આવેલ હોય જે બગડી જતા રીપેર કરાવવા માટે ખર્ચ બાબતે કહેવા જતા તમામ આરોપીઓએ હુમલો કરી ફરિયાદી લાલજીભાઇ તેમજ તેમના ભાઈ રણછોડભાઈ ઉપર હુમલો કરી ધારીયા વડે ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments