Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂકામાં ભીષણ આગ

ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂકામાં ભીષણ આગ

દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મધરાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ પ્લોટ વિસ્તારમાં મગફળીના ભૂકામાં અચાનક ભીષણ આગ ભડકી ઉઠી હતી. આગની ભીષણ જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે થોડીવારમાં જ 70 વિધાના મગફળીનો આગમા રાખ થઈ ગયો હતો. જો કે હાલ દિવાની જ્યોતથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે.

ટંકારાના જબલપુર ગામે રહેતા માલધારી રાજુભાઈએ પોતાનો ચારો જે જગ્યાએ રાખ્યો હતો ત્યાં મગફળીના ભૂકા સંગ્રહ કરાયા હતા. તે જ જગ્યાની બાજુમાં નાનું મંદિર હોવાથી ત્યાં દિવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગની જાણ ગામના સરપંચ પ્રવીણભાઈ પરમારને થતાં તેમણે તુરત જ ટંકારા પોલીસ સ્ટેશન તેમજ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. જો કે તે પહેલાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આથી મોટાભાગનો મગફળીનો ભૂકો આગમાં સ્વાહા થઈ ગયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments