Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી કોંગ્રેસ દ્વારા કાલે સંવિધાન બચાવો દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન

મોરબી કોંગ્રેસ દ્વારા કાલે સંવિધાન બચાવો દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન

મોરબી : આવતીકાલે 26 નવેમ્બરના રોજ ભારતનો બંધારણ દિવસ છે. આ દિવસે દેશનું બંધારણ જે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે, તેના રક્ષણ માટે મોરબી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો હેતુ વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ ‘સંવિધાન બચાવો દિવસ’ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોક, સિવિલ હોસ્પિટલની સામે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન થશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર-તાલુકા પ્રમુખો તથા ફ્રન્ટલ સેલના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના તમામ કાર્યકરોને આ રાષ્ટ્રિય મહત્ત્વના કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments