મોરબી : આવતીકાલે તારીખ 26 નવેમ્બર ને બુધવારના રોજ મેન્ટેનન્સ તેમજ નવા ટીસીની કામગીરી કરવાની હોવાથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં હરિપર જેજીવાય ફીડર, 11 કેવી હોસ્પિટલ ફીડર, 11 કેવી લાતી પ્લોટ ફીડર, 11 કેવી જેલ રોડ ફીડર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.
જેમાં મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના હરિપર જેજીવાય ફીડર સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે. જેથી ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાક, વાણિજ્ય ,ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પિટલ ફીડર સવારે 8 થી બપોરના 12-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપિંગ, બોયઝ હાઈસ્કૂલ તથા સદભાવના હોસ્પિટલ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
11 કેવી લાતી પ્લોટ ફીડર સવારે 8 વાગ્યા થી બપોરના 12-30 વાગ્યા સુધી નવા લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસિડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યૂ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યાપુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.
11 કેવી જેલ રોડ ફીડર સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં આલાપ પાર્ક, દેવ પાર્ક ખોડિયાર પાર્ક, વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ ઉંચી માંડલ સબસ્ટેશનમાંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 7 થી સાંજે 4 સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.










