ટંકારા તાલુકામાં આવેલા ડેમી -૧ ડેમના ગેઈટ તાત્કાલિક રીપેર કરવા તેમજ ડેમી- ૧માં નર્મદાનું પાણી ઠાલવવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે ટંકારા તાલુકામાં મીતાણા ગામ પાસે આવેલ ડેમી – ૧ સિંચાઈ યોજનાનો ડેમ આવેલ છે. આ ડેમ ઉપર નાખવામાં આવેલ ગેઈટ અમોને જાણવા મળ્યા મુજબ ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે, આ ગેઇટ હજુ સુધી રીપેર કરવામાં આવેલ નથી. આ ગેઇટની હયાતી હોય તો ડેમમાં પાણીનો સ્ટોરેજ વધારે થઇ શકે અને તેનો લાભ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈના રૂપમાં મળતો હોય છે, આ ગેઇટ તુટવાથી કમાન્ડ વિસ્તારને પુરતો પાણીનો જથ્થોના મળતો હોવાથી જોઈએ તેવો સિંચાઈ નો લાભ મળતો નથી. આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ હોવા છતાં હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં આવેલ નથી.
અમારી માંગણી છે કે આ ગેઇટની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી ડેમને એટલો ઉચો કરવામાં આવે જેથી ગેઇટ તુટવાની શક્યતા ના રહે. અથવા તો ટકે તેવા સારા ગેઇટ નાખવા આવે. આ ઉપરાંત જેમ ડેમી -૨ને નર્મદાની સૌની યોજનાની પાઈપ લાઈનથી ભરવાની જોગવાઈ કરેલ છે તેમ ડેમી-૧ ને પણ સૌની યોજના સાથે જોડવામાં આવે તેવી અમારી માંગણી છે. જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.











