દુકાનો, કાચા મકાનો અને નડતરરૂપ છાપરા- ઓટલાના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે લીલાપર ચોકડી પાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દુકાનો, કાચા મકાનો અને નડતરરૂપ છાપરા- ઓટલાના દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોરબી મહાપાલિકાની વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ મહાપાલિકા દ્વારા આજે લીલાપર ચોકડી પાસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં આજે મહાપાલિકાની ટીમે જેસીબીની મદદથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અત્યારે દુકાનો, કાચા મકાનો તેમજ ઓટલા, છાપરા સહિતના દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે મોરબીથી લીલાપર ગામ સુધી બે અઠવાડિયા પહેલા ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં બાકી કામગીરી આજે કરવામાં આવી રહી છે. અહીં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી હતી. આજે લીલાપર ગામ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.










