Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કાલે એસપી ઓફિસના પાછળના રોડ પર શ્રમદાન

મોરબીમાં કાલે એસપી ઓફિસના પાછળના રોડ પર શ્રમદાન

મનપા દ્વારા વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા 24 નવેમ્બરના રોજ ક્લસ્ટર 5ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં ક્લસ્ટર નં 5ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તથા આનંદનગર, ચામુંડાનગર તથા જંગલેશ્વર મહાદેવ ગેટ પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોર ટુ ડોરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા આલાપ પાર્ક, લાતી પ્લોટ તળાવ, લીલાપર પાસે આવેલ નાળાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડિક ખાસ સફાઇ ઝુંબેશના આયોજન અંતર્ગત 25 નવેમ્બર ને મંગળવારના રોજ શહેરી વિસ્તારમાં કેશવાનંદબાપુના આશ્રમરોડથી વીસી ફાટક, કપિલા હનુમાન ચોકથી પંચાસર નાકા સુધી, શનાળા રોડ, રવાપર ચોકડીથી SP રોડ, આનંદનગરના નાકાથી દલવાડી સર્કલ સુધી, શોભેશ્વર રોડ, લીલાપર ચોકડીથી રફાળેશ્વર રોડ તથા મહેન્દ્રનગર ગામમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તારીખ 27 નવેમ્બર ને ગુરુવારના રોજ સવારે 9 કલાકે ઉમા ટાઉનશિપ બ્લડ ડોનેશન એસોસિએશનની સાથે સંકલન કરી શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ SP ઓફિસના પાછળના રોડ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આથી આ શ્રમદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરી જનોને જોડાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments